"યોગ: કર્મસુ કૌશલમ્" થી આરોગ્યની દિશામાં પગલાં — સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિશ્વ યોગ દિવસે જનજાગૃતિ યાત્રા

Jun 21, 2025 - 14:57
 0  1.9k
"યોગ: કર્મસુ કૌશલમ્" થી આરોગ્યની દિશામાં પગલાં — સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિશ્વ યોગ દિવસે જનજાગૃતિ યાત્રા

સાબરકાંઠા (RNI) સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન તથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગાભ્યાસ કર્યો. આપણા ઋષિમુનિઓએ માણસજાતને આપેલી વિરાસત એ યોગ છે. યોગ એ માત્ર આસનોની ક્રિયા જ નહીં, મન અને આત્માની સંવાદિતતા સાધનારી સાધના છે. વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે ભારત સ્કાઉટ  ગાઈડ સંઘ દ્વારા દરેક ગામ માં યોગા કરવામા આવ્યા  

 વિશ્વ યોગ દિવસે સાબરકાંઠા જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા  જુદા જુદા ગામોમાં ગામની વચ્ચે ભાગોળમાં ચોકમાં ચીફ કમિશ્નરશ્રી અતુલભાઇ દીક્ષિત ના માર્ગદર્શન થી  યોગનું મહત્વ જણાવી યોગથી શું શું ફાયદો થાય છે તે પ્રત્યક્ષ નિદર્શન સ્કાઉટ ગાઈડ બાળકો એ જાહેર જનતાને વિનંતી કરી તમારી જિંદગી રોગથી મુક્ત કરવી હોય તો તમારા જીવનમાં રોજ સવારે અડધો કલાક યોગને મહત્વ આપશો તો તમારું સ્વાસ્થ્ય સુખમય બની રહેશે.હિમતનગરમાં પોલિસ પરેડ રાજ્યમંત્રીશ્રીભિખુસિહ,સાંસદ શોભનાબહેન,ધારાસભ્ય વિનેન્દ્રસિહ,કલેક્ટર,ડીડીઓ તેમજ મોતીપુરા પ્રાથમિકશાળા અને જૈનાચાર્ય આનન્દધનસુરિ વિધ્યાલય અને હિમહાઈસ્કુલના સ્કાઊટ અને ગાઈડએ  તથા રેન્જર કમિશ્રર સોનલ ડામોર,ટ્રેનિગ કમિશ્નર વૈશાલી પટેલ,      મદદનીશ જિલ્લા ગાઈડ કમિશ્નર  નિપૂર્ણા શાહ,કબ કમિશ્નર કલ્પના નિનામાએ ભાગ લીધો હતો.


     
 સમગ્ર સાબરકાંઠા જિલ્લા માં  ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા  યોગકાર્યક્રમ 
 રાયગઢ તાલુકો હિંમતનગર મુકામે શ્રી એન જી જોશી હાઇસ્કુલના સ્કાઉટ માસ્ટર મહોબતસિંહ અને  ગાઈડ કેપ્ટન અલકાબેન પટેલ  દ્વારા સ્કાઉટ ગાઈડ બાળકો ને ભૈરવદાદા ચોક માં  યોગ કરાવી  જનજાગૃતિ કાર્યક્રમ યોજ્યો.  મોતીપુરા પ્રાથમિક શાળા તાલુકો હિંમતનગર મુકામે ગાઈડ કેપ્ટન વૈશાલીબેન પટેલ 

બામણા તાલુકો હિંમતનગર શ્રી ડી એમ બી પી હાઈસ્કૂલ ના કાઉન્ટ માસ્ટર વિષ્ણુભાઈ સોલંકી દ્વારા  વકતાપુર તાલુકો હિંમતનગર સંઘવી શ્રી કે કે કે  કોઠારી હાઇસ્કુલ ના સ્કાઉટ માસ્ટર ફરીદભાઈ મનસુરી  દ્વારા  કરોલ પ્રાથમિક શાળાના સ્કાઉટ માસ્ટર શૈલેષભાઈ પટેલ દ્વારા  પ્રાથમિક શાળાના ગાઈડ કેપ્ટન બીજલબેન સુથાર દ્વારા  ગાંઠિયોલ  તાલુકો ઈડર  પ્રાથમિક શાળા ના  સ્કાઉટ માસ્ટર હરેશભાઈ ચૌધરી દ્વારા  ગામ દેમતી મેરા તાલુકો પોશીના પ્રાથમિક શાળાના સ્કાઉટ માસ્ટર અતુલભાઇ ડામોર  ભેટાલી તાલુકો ભિલોડા આશ્રમશાળા ના ગાઈડ કેપ્ટન કૈલાશબેન નીનામા દ્વારા ધરોલા જિલ્લા અરવલ્લી સ્કાઉટ માસ્ટર  જીવાજી માલવિયા દ્વારા   સ્કાઉટ ગાઈડ બાળકો ને યોગ કરાવી  જનજાગૃતિ કાર્યક્રમ યોજ્યો.સ્કાઉટ જિલ્લા ઉપપ્રમુખ ચૈતન્ય ભટ્ટ, હિંમતનગર શહેર ના આગેવાન શ્રી વિઠ્ઠલભાઈ પ્રજાપતિ અને નગરપાલિકા ઉપપ્રમુખ સવજીભાઈ ભાટી રાયગઢ સરપંચ જેશીંગભાઈ, કેળવણી મંડલ પ્રમુખ વી.ડી.પટેલ, આચર્ય ભરવાડ તથા અન્ય ગામ- શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.સંચાલન જિલ્લા સ્કાઉટ કમિશ્નરશ્રી નિતીન ગુર્જરે  કર્યું હતું.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
RNI News Reportage News International (RNI) is India's growing news website which is an digital platform to news, ideas and content based article. Destination where you can catch latest happenings from all over the globe Enhancing the strength of journalism independent and unbiased.